સરકારશ્રીના પરિપત્ર મુજબ દર વર્ષે ઘટક લેવલે તથા જીલ્લા લેવલે માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે.જેમાં જીલ્લા લેવલે રૂ.૩૧૦૦૦/- અને ઘટક લેવલે રૂ.૨૧૦૦૦/- અને તેજ આં.વા.કેન્દ્રના હેલ્પરને રૂ.૧૧૦૦૦/- રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. જેમાં ઘટક લેવલની તથા જીલ્લા લેવલની કમિટી આ કેન્દ્રોનું મૂલ્યાંકન કરે છે અને ત્યાર બાદ એવોર્ડ પાત્ર આંગણવાડી કેન્દ્ર નક્કી કરવામાં આવે છે. ઘટક કક્ષાની આ કમિટીમાં શ્રી પ્રાંત અધિકારી સાહેબ, અધ્યક્ષ હોય છે. અને તેની સાથે આ કમિટીમાં તા.પ.પ્રમુખશ્રી, સીડીપીઓ,બીએચઓ, સીનીયર સુપરવાઝર હોય છે. જે આં.વા. કેન્દ્રોનું મૂલ્યાંકન કરીને એવોર્ડ નક્કી કરે છે.
સારસ્વતમ સંસ્થા સંચાલિત બાળ વિકાસ યોજના મુન્દ્રા ઘટકમાં સારસ્વતમ સંસ્થાના અથાક પ્રયત્નો જેવા કે કુપોષિત બાળકોની સંભાળ, બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારી અને સગવડતાથી મળે તે માટે તાલીમો કરવી અને આંગણવાડી કેન્દ્રોમાં તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોવાથી તેની ફળ શ્રુતિ રૂપે વર્ષ-૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭અને વર્ષ ૨૦૧૭-૧૮માં પણ મુન્દ્રા ઘટકને જીલ્લા કક્ષાનો આ એવોર્ડ મુન્દ્રા ઘટકની નીચેની આંગણવાડી કેન્દ્રોને મળેલ છે.જેના ફોટો ગ્રાફ્સ સામેલ છે.
ક્રમ | કેન્દ્રનું નામ | આંગણવાડી વર્કરનું નામ | એવોર્ડની વિગત | રકમ રૂ. |
૧ | વાંકી–૨ | ડુડિયા નીતાબેન એસ. | ૨૦૧૫–૧૬ જીલ્લાક્ક્ષા | ૩૧૦૦૦/- |
૨ | સમાઘોઘા–૨ | પારીયા મંજુલા આર. | ૨૦૧૬–૧૭ જીલ્લા ક્ક્ષા | ૩૧૦૦૦/- |
3 | રામાણીયા–૨ | ગુસાઇ રેખાબેન જે. | ૨૦૧૭–૧૮ જીલ્લા કક્ષા | ૩૧૦૦૦/- |
૪ | વાંકી–૧ | મહેશ્વરી નિર્મલા બી. | ૨૦૧૫–૧૬ તાલુકા ક્ક્ષા | ૨૧૦૦૦/- |
૫ | નવીનાળ | શાહ શાન્તાબેન એમ. | ૨૦૧૬–૧૭તાલુકા ક્ક્ષા | ૨૧૦૦૦/- |
૬ | નાની તુંબડી | પટેલ ઉર્મિલાબેન વી. | ૨૦૧૭–૧૮ તાલુકા કક્ષા | ૨૧૦૦૦/- |
વર્ષ-૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ માટે જીલ્લા અને તાલુકા કક્ષાનો એવોર્ડ
વર્ષ-૨૦૧૭-૧૮ માટે એવોર્ડ વિજેતા વર્કેર
વર્ષ-૨૦૧૭-૧૮ માટે એવોર્ડ વિજેતા હેલ્પર